Monday, June 23, 2008

એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે તો શું કરે ?

લખી નાખો તમારા વિચાર નીચે કોમેન્ટસના ખાનામા …

વિરેષ બરાઇએ કરાવેલ ગમ્મત

એક હોટલમાં મૂકાયેલું બોર્ડઃ ઇશ્ર્વર નિરાકાર છે,પણ પૂરી ગરમાગરમ છે.ઇશ્ર્વરને બધા સરખા છે,પણ ભજિયાં ઘણી જાતના છે.સંતોષી નર સદા સુખી,પણ સાથે શીખંડ પૂરી ઠીક રહેશે.મહાત્માઓના વ્રુતાંત વાંચજો,અને ચા સ્પેશ્યલ જ મંગાવજો!

'અહીંથી ઊઠી જાવ,આ સીટ મારી છે.''વાહ,સીટ તમારી કેમ કરીને થઇ ગઇ?''હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.''તમે તો ખરા છો! કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારી બેગ મૂકી આવશો,તો તાજમહાલ શું તમારો થઇ જાશે?'

એક વાર દેવળમાં પ્રવચન કરતાં પાદરીએ કહ્યું; 'આજે હું જૂઠાણાં વિષે પ્રવચન આપવાનો છું.પણ એ પહેલાં મને કહો કે,અહીં હાજર રહેલાઓમાંથી 'માર્ક'નું સત્તરમું પ્રકરણ કોણે કોણે વાંચ્યું છે?'હાજર રહેલા લગભગ બધી જ વ્યકતિઓએ હાથ ઊંચા કર્યા અને પછી પાદરીએ શાંતિથી કહેઃ'બાઇબલમાં માર્કનું સત્તરમું પ્રકરણ છે જ નહીં, ચાલો હવે આપણે શરુ કરીએ.'

એક બહુજ સિગારેટ પીનાર માણસને ખૂબ તાવ આવ્યો.તાવ માપવા ડોક્ટરે મોમાં થર્મોમીટર મૂક્યું એટલે પેલો કહેઃ 'બાકસ આપો!'

વકીલના પુત્રે કહ્યું; 'પપ્પા,મમ્મીએ મને માર્યુ''જો ભાઇ, ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચલી કોર્ટમાં અપીલ નથી થઇ શકતી!'

'મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?''લો,હું સમજાવું.એ નવી પેઢી ભણશે,નોકરી ધંધો કરશે,પરણશે,મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે,નિવ્રુત થશે અને પછીઆ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!'

'પપ્પા,પપ્પા!એન્ટાર્કટિકા ક્યાં છે?''મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ!'

'મસુરી બહુ સરસ છે.એને લીધે મને જીવનમાં સૌથી આનંદદાયી દિવસો મળ્યા.''એમ? તમે ક્યારે ગયા હતા?''હું તો નહોતો ગયો, પણ મારી પત્ની ગઇ હતી.'

અર્થશાસ્ત્ર એ દર્શાવે છે કે કંઇ પણ ખરીદવાનો સારામાં સારો સમય ગયું વર્ષ છે!

ઊંધા પડેલાં માટલામાંથી એક ફિલસુફે માટલું ખરીધ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછયું.હવે ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો? કારણકે નીચેથી તો મોટું બાકોરું છે!

અમુક અર્થોઃ

પોલીસઃ મેઘધનુષ જેવા,તોફાન શમી ગયા પછી જ દેખા દે!
પૈસાદારઃ જેમને પોતાનાં સગાંની શોધમાં જવું પડતું નથી તેવી વ્યકતિ.
નાકઃ ચશ્માની દાંડી ટેકવવા કુદરતે કરી આપેલી ગોઠવણ.
થર્મોમીટરઃ જેને હંમેશા ચડતી-પડતી આવ્યા કરે છે તેવું સાધન.
ઠંડુ યુદ્દ = ગરમ શાંતિ

'મનુષ્ય પર ક્યા ભાવો સૌથી આઘાતજનક અસર કરે છે?''બજાર ભાવો!'

Sunday, June 22, 2008

What is the Gujarati word for TUBE LIGHT ?

What is the Gujarati word for TUBELIGHT ?

ટયુબ લાઇટ ને ગુજરાતીમાં શુ કહેવાય ?