Sunday, June 22, 2008

What is the Gujarati word for TUBE LIGHT ?

What is the Gujarati word for TUBELIGHT ?

ટયુબ લાઇટ ને ગુજરાતીમાં શુ કહેવાય ?

5 comments:

AKHIL sutaria said...

દિપ દંડ – આ શબ્દની મને ખબર ન હતી. જયવંતભાઇ પાસેથી જાણવા મળ્યો.

J said...

સારો શબ્દ છે, પણ આજના સમયમાં ટ્યુબલાઇટ માટે આ શબ્દ વાપરીએ તો સમજાય કેટલાને ?


ઉપરાંત, વૈશ્વીકરણના સમયમાં અનેક શબ્દો અનેક ભાષાઓમાં સ્વીકૃતિ પામતાં જાય છે. આ શબ્દો એવાં છે જે અમુક ખાસ પ્રદેશ/સંસ્કૃતિની ઉપજ છે, જેમ કે ટ્યુબલાઇટ. આ વસ્તુ જ્યારે ભારતની શોધ નથી. તો આપણે આપણી ભાષામાં તેને જેમ છે તેમ સ્વીકારી ન શકીએ ? ભારતીય શબ્દો જેવાં છે તેવાં જ અંગ્રેજીમાં સ્વીકૃતિ પામ્યાં છે અને તે શબ્દોની સૂચિ દિવસે ને દિવસે લાંબી થતી જાય છે.

બધાં જ શબ્દોનો અનુવાદ કરીને ભાષાને ભદ્રંભદ્ર બનાવવાનું અટકાવવું પણ એટલું જ જરૂરી છે. આખરે, વાચક જ સર્વોપરિ છે તે ભૂલાય નહીં.

kantilal1929 said...

એટલે જ તો ટોકતો રહું છું
ભાષા એ માતૃભાષા
તમે માતાને નવા વાઘા પહેરવા આગ્રહ ન કરી શકો
ચંપલ પહેરતા હોય તેને હાઈ હીલ ન પહેરાવી શકો
એવો આગ્રહ પણ ન રાખવો જોઈએ
આ વાત તમારા બ્લોગમાં આપશો

Unknown said...

ભગવદ્દોમંડલ(સંક્ષિપ્ત) પ્રમાણે ગુજરાતી ભાષામાં અનેક શબ્દો મરાઠી,તુર્કી,યુનાની,પોર્ચુગીઝ,બંગાળી,ગ્રીક અને અંગ્રેજી ભાષાઓમાંથી આવ્યાછે.આપણે બાબો(?) અને બેબી છુટથી વાપરીએ છીએ.સાલમુબારક,દુકાન,કુલ કિંમ્મત વિ ફારસી શબ્દો માટે કોઇ બાધ નથી કારણકે હજુ હમણાં સુધી આપણી 'કોર્ટોમાં'(જોયું?) ફારસી ભાષા હતી.
ગુજરાતી ભાષા લાંબા કાળથી વ્યવહારિક ભાષા રહી છે અને તેમાંજ તેનું સામર્થ્ય છે. ટ્યુબ લાઈટ ને સ્વીકારી લઈએ અને "પ્રકાશ નલિકા"ને પડતી મુકીએ.

પ્રવીણ ઠક્કર (P U Thakkar) said...

ટ્યુબલાઈટ માટે ગુજરાતી શબ્દ.
બધા અંગ્રેજી શબ્દોનું ગુજરાતી કરવાનો ખ્યાલ વિચારણા માંગી લે તેવો છે. ટેબલ, ગ્લાસ, મોટર, સ્કુટર,ઓફીસ, સોફા, ડાઈનિંગ ટેબલ, કોમ્પ્યુટર, અને કોમ્પ્યુટરને લગતા કેટલાય શબ્દો આપણે સ્વીકારી લીધા છે. કોલગેટ ને ય ટ્યુબ તરીકે ઓળખનાર એક વર્ગ છે. ત્યારે, ટ્યુબલાઈટ-ને ટ્યુબલાઈટ તરીકે જ વધારે સારી રીતે ઓળખી શકાય.